સૌરવ ગાંગુલી બન્યા BCCI ના 39મા અધ્યક્ષ, આજથી ભારતીય ક્રિકેટમાં ચાલશે ‘દાદાગીરી’

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે સત્તાવાર રીતે BCCI ના 39મા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે હવે સૌરવ ગાંગુલી પદ સંભાળશે. મુંબઇમાં BCCIના હેડક્વૉર્ટરમાં બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસથી દાદાને બોર્ડની સમાન સોંપવામાં આવી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક બેઠકમાં આ દરમિયાન  જય શાહ અને CoA પ્રમુખ વિનોદ રાય સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

સૌરવ ગાંગુલી માત્ર દસ મહિના સુધી જ બોર્ડના અધ્યક્ષ રહેશે અને આગામી વર્ષ જૂલાઇમાં તેમનો કાર્યકાળ ખત્મ થઇ જશે. નવા નિયમો અનુસાર, કોઇ પણ સભ્ય સતત 6 વર્ષ જ ક્રિકેટ બોર્ડના કોઇ પદ પર રહી શકે છે. સૌરવ ગાંગુલી પાંચ વર્ષ 2 મહિના સુધી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ હતા જેથી BCCI માં તેમનો કાર્યકાળ માત્ર 10 મહિનાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.