BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક બગડતા એમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે સૌરવની તબિયત એકાએક ખરાબ થઈ જતા સારવાર હેતું હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સુત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે, સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે. હાલમાં એમની ઉંમર 48 વર્ષ છે.
શનિવારે સવારે જ્યારે તેઓ પોતાના ઘરના જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ પરિવારના સભ્યો તાત્કાલિક કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, હાલમાં એની તબિયત સ્થિર છે. હોસ્પિટલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, અમે કેટલીક જાણકારી માટે ટેસ્ટ કરી રહ્યા છીએ. બની શકે છે કે, એની એન્જિયોપ્લાસ્ટી કરવી પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.