કોરોનાંથી સૌથી વઘારે સાજા થવાનો દર ધરાવતા રાજ્યોમાં, ગુજરાતનું ટોપ 25માં પણ સ્થાન નથી

કોરોનાથી સૌથી વધુ સાજા થવાનો દર ધરાવતા રાજ્યોમાં ગુજરાત ટોપ-૨૫માં પણ સ્થાન ધરાવતું નથી.

કોરોનાના રીક્વરી રેટમાં ગુજરાત ૨૮માં સ્થાને

-આંધ્ર પ્રદેશ-બિહાર-કર્ણાટક-ઉત્તર પ્રદેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૫%થી પણ વધુ.

ગુજરાતમાંથી વલસાડમાં સૌથી વધુ ૯૮.૪૦% અને વડોદરા સૌથી ઓછો ૮૯.૭૦%નો રીક્વરી રેટ છે. સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવતા જિલ્લાઓમાં અમદાવાદ ૯૦.૬૦% સાથે ચોથા સ્થાને છે.

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર પ્રથમવાર વધીને ૯૩.૦૨% થયો છે.

કોરોનાથી સૌથી ઓછો રીક્વરી રેટ હોય તેવા રાજ્યોમાં ગુજરાત સાતમું સ્થાન ધરાવે છે. જેમાં ૮૬.૭૦% સાથે હિમાચલ પ્રદેશ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે. આ સિવાય કેરળમાં ૯૧.૧૦%, છત્તીસગઢમાં ૯૨.૨૦% સાથે ગુજરાત કરતાં સાધારણ રીક્વરી રેટ છે. ગુજરાતમાંથી વલસાડમાં સૌથી વધુ ૯૮.૪૦% અને વડોદરા સૌથી ઓછો ૮૯.૭૦%નો રીક્વરી રેટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.