બોલીવૂડ સેલિબ્રિટિસની પોપ્યુલારિટીનો અંદાજ તો સહુને હોય છે. પરંતુ આ બધા સેલેબ્સમાં સોથી વધુ વિશ્વાસનીય કોણ છે એ પ્રશ્ર પણ સહુને ઉદભવતો હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હ્મૂમન બ્રાડંસ તરફથી ટિયારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના અનુસાર બોલીવૂડમાં અમિતાભ બચ્ચન પ્રથમ રહ્યા છે. આ રિપોર્ટમાં ્સેલેબ્સનો બ્રાનડ કરીકે સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ તરીકે કઇ સેલિબ્રિટિ છે.
રિપોર્ટના અનુસાર, અમિતાભ બચ્ચનને ૮૮.૦ ના ટિયારા સ્કોર સાથે ભારતની સૌથી વિશ્વસનીય હસ્તી ગણીને વોટ આપવામાં આવ્યા છે.જેમાં બીજા નંબર પર અક્ષય કુમાર છે. જેનો સ્કોર ૮૬.૮ રહ્યો છે. મહિલા સેલિબ્રિટિઝમાં અભિનેત્રી દીપિકા પદુકોણ ૮૨.૮ સ્કોર સાથે સોથી વિશ્વનીય મહિલા બની ગઇ છે.
આ સર્વેમાં દેશના ૧૮૦સેલેબલ્સને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ૬૯ બોલીવૂડ, ૬૭ ટેલિવિઝન જગતના અને ૩૮ ખેલ અને અન્ય ક્ષેત્રના સાત સેલિબ્રિટીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
ટેલિવિઝન જગતની સેલિબ્રિટિઓની વાત કરીએ તો આ યાદીમાં કપિલ શર્માએ ૬૩.૨ ટકા સ્કોર મેળવીને મોખરે રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.