વર્ષેદહાડે આકાશ મંડળમાં સર્જાતી ગ્રહણની ખગોળીય ઘટનાને લઇને ભારે કુતૂહલ જોવા મળે છે. સામાન્ય લોકોની સાથે જ વૈજ્ઞા।નિકોમાં પણ ગ્રહણની ખગોળીય ઘટનાને લઇને સળવળાટ જોવા મળે છે. બીજી બાજુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ ગ્રહણનું અનેરું મહાત્મ્ય આંકવામાં આવે છે.
જે અંતર્ગત વિક્રમ સંવત વર્ષ 2076ની શરૂઆત બાદ આખા હિન્દુ વર્ષમાં ગ્રહણની કુલ 05 ઘટનાઓ બનશે. જે પૈકી ભારત દેશમાં ચાર ગ્રહણ દેખાવાના હોય સામાન્ય લોકોએ વેધ પાળવાનો રહેશે. 26 ડિસેમ્બરના રોજ ધન રાશિમાં હિન્દુ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. જ્યારે 5 જુલાઈએ હિન્દુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પણ ધન રાશિમાં જ થશે.
શાસ્ત્રો પ્રમાણે પણ ગ્રહણના સ્પર્શ, મધ્ય અને મોક્ષનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે. જે અંતર્ગત હિન્દુ નૂતન વર્ષ 2076માં કુલ પાંચ ગ્રહણ થવાના હોય અને તેમાં પણ ચાર ગ્રહણ ભારતમાં દેખાવાના હોય લોકોને ખગોળીય ઘટનાનો અદ્ભુત નજારો માણવા મળશે. જ્યોતિશાસ્ત્રમાં ગોચર ગ્રહોની સ્થિતિના લીધે રાહુ થકી સૂર્ય અને ચંદ્રમાં ગ્રહણ લાગે છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને જ્યોતિષીય ગ્રહો દ્વારા ઉત્પન્ન સ્થિતિને ધર્મથી જોડવામાં આવી છે. જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેને સામાન્ય ભૌગોલિક ઘટના તરીકે માનવામાં આવે છે. સંવત-2076માં એટલે કે 2019ની દિવાળીથી 2020ની દિવાળી સુધીમાં કુલ ૫ ગ્રહણો થશે. તેમાં 02 સૂર્યગ્રહણ અને 03 ચંદ્રગ્રહણ થશે. ડિસેમ્બરમાં સૂર્યગ્રહણ, 10 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ, 05 જૂને ચંદ્રગ્રહણ, 21 જૂને સૂર્યગ્રહણ અને બાદમાં 05 જુલાઇએ ચંદ્રગ્રહણ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.