મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ
કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જિલ્લામા બનતા મીલકત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા સુચના તથા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
ગઇ તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એમ.કેસ.નં ૧૧૧૯૩૦૫૨૨૨૦૫૬૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦ મુજબ નો એમ.કેસ રજી.થયેલ હોય જે ગુન્હાના કામે ફરીયાદી પ્રવિણભાઇ રામજીભાઇ સોલંકી નાઓ આસામ ખાતે સોપારી લેવા ગયેલ જ્યા આ ગુન્હાના આરોપી સાથે રૂપીયા સોળ લાખમા સોપારી લેવા અંગે સોદો થયેલ હોય જેમાથી ફરીયાદી દ્વારા રૂ.૧૦,૦૦,૦૦૦/- (દશ લાખ)
આર.ટી.જી.એસ. દ્વારા આરોપીના બેંક એકાઉન્ટ મા ટ્રાન્સફર કરતા આરોપીએ ફરીયાદીને સોપારી ન આપી કે તેના નાણા પરત ન આપી સાથે વિશ્વાસ ઘાત કરી છળકપટ કરેલ હોય જે અંગે ગુન્હો દાખલ થયેલ.
આ ગુન્હાના કામે પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા નાઓના માર્ગદર્શન મુજબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાસેથી આરોપી વિશે જરુરી માહીતી મેળવી મ્હે. પોલીસ અધિક્ષક સાહેબની મંજુરી મેળવી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. જે.એલ.ઝાલા તથા હેડ કોન્સ. શક્તિસિંહ સહદેવસિંહ તથા પો.કોન્સો. ચીંતનકુમાર કનૈયાલાલ નાઓ આસામ ના સીલ્વર ખાતે જતા આરોપીને સીલ્વર(આસામ) ખાતેથી એલ.સી.બી કચેરી દ્વારા મળેલ લોકેશન ની મદદ થી સાવર કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા આરોપીને આસામ રાજ્ય ખાતેથી થી પકડી આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ની વિગત
સુએલ અહેમદ S/0 નુરુદ્દીન લશ્કર ઉ.વ.૨૨ ધંધો.ફેબ્રીકેશન રહે.સીલ્ચર જિ.કાછર (આસામ રાજ્ય)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.