-નવી નીતિનો અમલ કરતાં ચૂક્યો તો એકાઉન્ટ બંધ થશે
જૂન 2021થી ગુગલ પોતાના ધારાધોરણ બદલવાનું છે. આ નવી પોલિસી અને ધારાધોરણની જાહેરાત ટૂંક સમયમાં થશે.
આ ધારાધોરણ ગૂગલ ડ્રાઇ અને ગૂગલ ફોટોને પણ એકસરખી રીતે લાગુ પડશે. આ નીતિનિયમ દરેક વપરાશકારે સમજી લેવા જરૂરી છે. દરેક જી મેલ એકાઉન્ટ ધારકે એ નીતિ નિયમ મુજબ એકાઉન્ટનું સંચાલન કરવાનું રહેશે. એમાં સરતચૂક થાય તો જી મેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે.
ગુગલની પોલિસીનો એક ખાસ મુદ્દો એ છે કે જો કોઇ વ્યક્તિનો જી મેલ એકાઉન્ટ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો છેલ્લાં બે વર્ષથી ઇનેક્ટિવ હોય તો એનો જી મેલ એકાઉન્ટ ગુગલ દ્વારા બંધ થઇ શકે છે. એટલે કે દરેક વપરાશકારે પોતે જે જી મેલ કે ગુગલની અન્ય સગવડો વાપરતા હોય એ નિયમિત રીતે વાપરતાં રહેવું પડશે.
જો કે આ બાબતમાં ગુગલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આવું કોઇ પણ આકરું પગલું લેતાં પહેલાં ગુગલ સંબંધિત એકાઉન્ટ હોલ્ડરને જાણ કરશે કે સજાગ થઇ જાઓ નહીંતર તમારો એકાઉન્ટ બંધ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.