અરે બાપ રે. મારા બાળકોને બચાવી લો.. સીએમઓનાં પગમાં પડી ગયાં.. જાણો શું હતું કારણ..

ઉત્તર પ્રદેશના ધણાં જિલ્લામાં રહસ્યમય તાવ નાં કેસો વધી રહ્યાં છે. આ બિમારીએ મથુરા નાં ધણાં ગામોને ધેરી લીધાં છે. મથુરામાં અત્યાર સુધી ૧૩ બાળકોનાં મોત થઈ ગયાં છે.જેમાં કોંહા ૧૦, જચોદા ૦૨ અને જનસુટીમાં એક નો સમાવેશ થાય છે.

મૃતકોમાં ૧૦ બાળકો પણ હતાં. બાળકોનાં મોતથી લોકો ડરી ગયાં છે અને ગામ છોડીને લોકો ભાગી રહયાં છે. મથુરાનાં ફરાહ બ્લોકનાં ગામ કોંહમાં રહસ્યમય તાવ નો એટલો ભય છે કે ગ્રામજનો પોતાનું ધર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. આખા ગામનાં મોટાભાગનાં પરિવારો તેમના બાળકો સાથે સ્થળાંતર કરી રહ્યાં છે. જેઓ ગામમાં છે તેઓ પોતાનાં પરિવારજનોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

એક તસ્વીર વાયરલ માં એક વૃદ્ધ માણસ સીએમો નાં ચરણોમાં પડીને પોતાનાં બાળકોને બચાવવા આજીજી કરી રહ્યાં છે. બીજી તરફ સીએમઓ રચના ગ્રામજનોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ગામમાં ડરનો માહોલ બની ગયો છે. ત્યારે સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.