સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરોમાં કેટલો વધારો- કેટલો ઘટાડો? જાણી લો આ વખતની તાજી અપડેટ

હાલમાં સેવિંગ્સ ડિપોઝિટ પર 4%, એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.9%, બે વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7%, ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.1%, 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.5%, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8.2% વ્યાજ દરો છે.

સુકન્યા, પીપીએફ સહિત નાની બચત યોજનાઓના નવા વ્યાજ દરોની જાહેરાત થઈ ગઈ છે. નવા દરો 1 એપ્રિલથી લાગૂ થશે. સરકારે નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાટર માટે સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. જાણકારી અનુસાર, સરકારે દરેક ક્વાટરમાં આ યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. ગત ક્વાટરમાં સરકારે ઘણી સ્મોલ સેવિંગ સ્કીમ્સના દરોમાં વધારાની જાહેરાત કરી હતી. 7 ક્વાટરમાં આ પહેલીવાર થયું છે કે, જ્યારે સરકારે આ બચત સ્કીમ્સના દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.

હાલ કેટલા વ્યાજ દર- હાલમાં સેવિંગ્સ ડિપોઝિટ પર 4%, એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.9%, બે વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7%, ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.1%, 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.5%, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8.2% વ્યાજ દરો છે. માસિક આવક ખાતા પર 7.4 ટકા, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા, PPF પર 7.1 ટકા, કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2 ટકા વ્યાજ મળે છે.

ગત ક્વાટરમાં વધારો- માર્ચ ક્વાટર માટે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જાન્યુઆરીથી માર્ચ 2024 ક્વાટર માટે વ્યાજ દર 8 ટકાથી વધારીને 8.20 ટકા કરી દીધા છે.

આ સિવાય માર્ચ ક્વાટર માટે 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે વ્યાજ દરો વધારીને 7.1 ટકા કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી પીપીએફના દરમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં છેલ્લે એપ્રિલ-જૂન 2020માં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેને 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.