સવજી ધોળકિયાની 3 કલાક સઘન પૂછતાછ, જવાબ મા કહ્યું આવું

સુરતના સવજી ધોળકીયાએ અમરેલીના લાઠી ખાતે દુધાળા ગામે સરકારી જમીનમાં મહાત્મા ગાંધીની ઉભી કરેલી પ્રતિમ ખંડીત થવાના કેસમાં અમરેલી પોલીસના સમન્સ બાદ સવજી ધોળકીયા નિવેદન નોંધાવવા માટેે તાજેતરમાં આવ્યા હતા. અમરેલી પોલીસ દ્વારા સવજી ધોળકીયાન પોલીસ સ્ટેશનમાં બેસાડી ત્રણ કલાક પુછપરછ કરી હતી. ગાંધીની પ્રતિમા ધોળકીયાના સ્ટાફ દ્વારા ખંડીત થઈ હોવા છતાં સમગ્ર મામલે તંત્રને ભીંસમાં લેવાનો પ્રયાસ થયો હતો. જો કે અમરેલી પોલીસ આ તપાસમાં ધોળકીયા પીએ કનક સુધી પહોંચી જતાં આ મામલે સવજી ધોળકીયાની ભૂમિકા તપાસવા તેમને બોલાવવામાં આવ્યા હતા.

દુધાળા ગામે સવજી ધોળકીયા દ્વારા ગાંધીની એક પ્રતિમા ઉભી કરવામાં આવી હતી. જો કે આ પ્રતિમા મુકતા પહેલા તંત્રની કોઈ પણ પ્રકારની મંજુરી લેવામાં આવી ન્હોતી. અચાનક આ પ્રતિમા તુટેલી હાલતમાં મળી આવી હતી અ્ને આરોપ મુકવામાં આવ્યો હતો કે અસામાજીક તત્વો દ્વારા પ્રતિમા ખંડીત કરવામાં આવી છે. જેના પગલે અમરેલી પોલીસે તપાસ શરૂ કરી. જાણકારી મળી કે સવજી ધોળકીયાને ત્યાં આવતી ટેંકર દ્વારા પ્રતિમા તુટી છે. જો કે તે એક અકસ્માત હતો કે ઈરાદાપુર્વક તોડી તે તપાસનો વિષય છે.

આ દરમિયાન અમરેલી પોલીસને સવજી ધોળકીયાના અંગત સચિવ કનકની ઓડીયો કલીપ હાથ લાગી. તેમાં તે આ મામલે કઈ રીતે તંત્રને ભીંસમાં લઈ શકાય તેની વાત કરે છે. કનકનું નામ બહાર આવતા પોલીસને સવજી ધોળકીયા ઉપર શંકા ગઈ. જેના કારણે તેમને સમન્સ આપવામાં આવ્યુ હતું, પોલીસે તેમને સરકારી જમીન ઉપર કઈ રીતે પ્રતિમા મુકી તેવા વિવિધ પ્રશ્ન પુછયા હતા. જો કે ધોળકીયાએ સરકારી જમીન પણ પોતાના નામે હોવાનો દાવો પોલીસ સામે કર્યો હતો. આ મામલે હજી તપાસ ચાલુ છે આવનાર દિવસોમાં પોલીસ આ અંગે ગુનો નોંધશે જો કે તેનો રેલો કયાં સુધી જશે તે કહેવુ મુશ્કેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.