ભોપાલમાં કોંગ્રેસ સેવા દળના કાર્યક્રમમાં વીર સાવરકરને સમલૈંગિક ગણાવતુ વિવાદાસપદ પુસ્તકનું વિતરણ કરવાને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. ખુદ કોંગ્રેસની સગયોગી પાર્ટી શિવસેનાએ જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરના પૌત્રને મળવાનો પણ સમય ના આપવા વિવાદ વધુ વકર્યો છે.
વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સેવા દળ સહિત ઘણા લોકો વિરુદ્ધ વીર સાવરકર પર આરોપ લગાવતા કેસ નોંધાવવાની માગ કરી છે.
વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આ મામલામાં કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે તેમણે ઉદ્ધવ ઠાકરે પર તેમની વાત ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે. રંજીત સાવરકરે કહ્યું હતું કે, હું સીએમને મળવા આવ્યો હતો. મેં મળવા માટે તેમને ઘણીવાર વિનંતી મોકલી, પરંતુ હું આજ સુધી તેમને મળી શક્યો નથી. સાવરકરજીના સન્માનને લઈને તેમની પાસે વાત કરવા માટે એક મિનિટનો સમય નથી. હું ખુબ નિરાશ છું. આ સાવરકર જીનું અપમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.