રાજકોટ સિટીમાં સામાન્ય બાબતોમાં કોઈને લોહી નીતરતા કરી દેવા એવા કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. સત્તાના નશામાં રાજકોટમાં ભાજપના વૉર્ડ પ્રમુખે એવી દાદાગીરી કરી કે પાડોશીને હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો છે. ભાજપના વૉર્ડ પ્રમુખ સંજય નથુ પીપળીયાએ દાદાગીરી કરીને પાડોશીમાં રહેતા એક વ્યક્તિ પર ઈંટથી હુમલો કરીને લોહી વહેવડાવ્યું હતું. અને આ ઈજાગ્રસ્ત વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરતા વૉર્ડ પ્રમુખ સંજય પીપળીયાની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ સિટીમાં મવડી ચોકડી પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા નીલેશ બાબુભાઈ સીંગડિયા નામના યુવાને આ વૉર્ડ પ્રમુક સંજુ સામે કાયદેસરની ફરિયાદ કરી છે. બુધવારે રાતના સમયે જ્યારે તે ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા અને વૉર્ડ નં.11ના પ્રમુખ સંજયે તેના ઘર પાસે કાર પાર્ક કરી હતી. સંજયે પાર્ક કરેલી કાર નડતર રૂપ હોવાથી પાડોશીએ ઘર પાસે ગાડી પાર્ક ન કરવા માટે વાત કરી હતી અને જેના કારણે ઉશ્કેરાયેલા અને ગુસ્સે ભરેયાલે સંજયે બુમો પાડીને ઝઘડો કર્યો હતો.
સંજુએ કહ્યું હતું કે, ઓળખશ મને હું વૉર્ડ પ્રમુખ છું. તેમ છતા કાર ઘર પાસે પાર્ક ન કરવા વાત કહી હતી. પણ ગુસ્સે ભરાયેલા સંજુએ ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું. પછી સંજુએ પાસે પડેલી ઈંટ માથામાં મારી દેતા યુવાન લોહીથી લથબથ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર માટે યુદ્ધના ધોરણે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલા તબીબોએ યુવાનને તાત્કાલિક સારવાર દેવાનું શરૂ કરી દીધું હતું. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફને બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. યુવાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ટુકડી તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસે સંજય સામે IPC 324ની કલમ હેઠળ ગુનો નોંધી એની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.