સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ચાલુ નાણાકીય વર્ષે ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 5.7 ટકા કરી દેવાયું છે.
આ આંકડો ગયા વર્ષના અનુમાન કરતાં પણ ઓછો છે.
ગયા વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ઘટીને ઑલ-ટાઇમ લૉ, 2.3 ટકાની સપાટીએ રહેવાના કારણે સંયુક્ત રાષ્ટ્રે આ અનુમાન કર્યું છે.
UNના વૃદ્ધિદરના અનુમાન અનુસાર, “અન્ય વિકાસશીલ રાષ્ટ્રોની જીડીપીમાં આ વર્ષે થોડી તેજી જોવા મળશે.”
સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ ‘વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના, 2020’ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.7 ટકા સુધી રહી શકે છે.
ગયા વર્ષે આ જ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.6 ટકા રહેશે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું.
હાલના રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.8 ટકા રહેવા પામ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.