SBI ATMમાંથી પૈસા ઉપાડવાની લિમિટને લઈને બદલ્યા નિયમ, જાણો શું થયો ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારકોને બેંકે ઝટકો આપ્યો છે. SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાને લઈને નિયમોમાં ફેરફાર કર્યાં છે. બદલાયેલા નિયમો પ્રમાણએ હવે ફ્રિ ટ્રાન્ઝેક્શનની લિમિટ પાર કરવા પર ખાતાધારકને દંડ થશે. એટલું જ નહી ખાતામાં પૈસા નહી હોવાના કારણે ફેલ થતા ટ્રાન્ઝેક્શ માટે પણ દંડ ભરવો પડશે. આ નિયમ 1લી જુલાઈ 2020થી લાગૂ થઈ ચુક્યો છે.

મેટ્રોસીટી માટે

એસબીઆઈએ મેટ્રો શહેરમાં એટીએમમાંથી 8 વખત ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. મહિનામાં 8 વાર એટીએમમાંથી પૈસા ઉપાડવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. પરંતુ તેનીથી વધશે તો દંડ લાગશે. મેટ્રો સીટીમાં 5 ટ્રાન્ઝેક્શન એસબીઆઈના એટીએમમાંથી અને 3 ટ્રાન્ઝેક્શનમાં અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરી શકે છે. મેટ્રો શહેરમાં મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કલકત્ત અને હૈદરાબાદ સામેલ છે.

નોન-મેટ્રોસીટી માટે

નોન-મેટ્રોસીટીમાં ખાતા ધારક 10 વાર એટીએમમાંથી ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જેમાં 5 વાર એસબીઆઈ અને 5 વખત અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરી શકશે. આ લિમિટ પાર કરવા પર બેંક તમારી પાસેથી 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનું જીએસટી શુલ્ક વસૂલ કરી શકે છે.

ખાતામાં પૈસા હોય નહી અને એટીએમનો ઉપયોગ કરવા પર થશે દંડ

એસબીઆઈના બીજા બદલેલા નિયમ પ્રમાણે જો એસબીઆઈના ખાતાધારાકના એકાઉન્ટમાં પૈસા નથી, તેવી સ્થિતિમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે અને ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો ખાતાધારકે દંડ ભરવો પડશે. બેંક તેના માટે 20 રૂપિયા ફાઈન અને જીએસટી ચાર્જ કરશે. એટલે કે તમારા ખાતામાં પૈસા નહી હોય અને એટીએમનો ઉપયોગ કરવા પર દંડ થશે.

10 હજારથી વધારે રકમ ઉપાડવા માટે OTP ફરજિયાત

આ સિવાય જો એસબીઆઈના એટીએમમાંથઈ 10 હજારથી વધારે રકમ ઉપાડશો તો તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. જેને એટીએમમાં એડ કર્યા બાદ જ પૈસા નિકળી શકશે. એસબીઆઈ એટીએમમાંથી રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કેશ ઉપાડવા માટે OTPની જરૂર પડશે. જો તમે અન્ય કોઈ એટીએમમાંથી પૈસા ઉપાડશો તો OTPની જરૂર નહી પડે.

SBI ગ્રાહકો માટે રાહતના સમાચાર

મહીનામાં સરેરાશ 1 લાખથી વધારેનું બેલેન્સ રાખતા સેવિંગ્ઝ એકાઉન્ટ માટે અમર્યાદિત લેણદેણની સુવિધા છે. એટલે કે તમારા ખાતામાં 1 લાખની રકમ જમા રહેતી હોય તો તમે એટીએમમાંથી ગમે તેટલીવાર ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

આ સિવાય એસબીઆઈએ એસએમએસ એલર્ટ માટે વસૂલવામાં આવતો ચાર્જ બંધ કરી દીધો છે. એટલે કે ખાતાધારકે એસએમએસ એલર્ટ માટે કોઈ પણ પ્રકારનો ચાર્ડ ચુકવવો નહી પડે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.