કોરોનાના વધતાં પ્રકોપ વચ્ચે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આ દરમિયાન વેક્સીનેશન પણ વધારવામાં આવી રહ્યું છે. તો કોરોનાની વેક્સીન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે એક બેંકે પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે.
બેંકે કોરોના વેક્સીન મુકવનારા લોકોને 0.25 ટકા વધુ વ્યાજ આપવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, લોકોના FD પર વ્યાજ 0.25 ટકા વધુ વ્યાજ આપશે, જેમણે કોરોનાની વેક્સીન લીધી છે. સીનિયર સિટીઝન્સને તેના ઉપર 0.25 ટકા વધુ વ્યાજ આપશે એટલે કે સીનિયર સિટીઝન્સને 0.50 ટકા વ્યાજ મળશે.
આ યોજના 1111 દિવસ માટે એટલે કે 3 વર્ષથી વધુની FD પર છે. જે લોકોએ વેક્સીન લીધી છે તેમને સામાન્ય FD દર કરતા 0.25 ટકા વધુ વ્યાજ મળશે. આ ઓફરનો હેતુ નાગરિકોને કોરોના વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. બેંકે કહ્યું છે કે, લોકો ઝડપથી વેક્સીન લે અને ઓફરનો ફાયદો ઉઠાવે, કારણ કે ઓફર લિમિટેડ પીરિયડ માટે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.