SBIના ગ્રાહકો માટે એક મોટા સમાચાર છે કારણ કે આ બેંકની ઓનલાઈન સેવાઓ આવતીકાલે રાત્રે 5 કલાક માટે બંધ રહેશે. SBI ઈન્ટરનેટ બેન્કિંગ સેવા શનિવાર-રવિવારે રાત્રે 11.30 થી સવારે 4.30 વાગ્યા સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેથી, તમારે 11 ડિસેમ્બરની મધ્યરાત્રિ પહેલા તમારા ઓનલાઈન બેંકિંગ કામો કરી લેવા જોઈએ, નહિ તો તમે આ સમય દરમિયાન તેમને પૂર્ણ કરી શકશો નહીં. એસબીઆઈના ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોએ જાણવું જોઈએ કે આ બેન્કના ટેકનોલોજી અપગ્રેડેશન માટે કરવામાં આવી રહ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને સત્તાવાર રીતે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. INB, YONO, YONO Lite, YONO Business અને UPI સહિત SBIની ઑનલાઇન બેંકિંગ સેવાઓ આ સમયગાળા દરમિયાન કામ કરશે નહીં. બેંકે તેના ગ્રાહકોને આ આંશિક પરેશાની સહન કરવા વિનંતી કરી છે કારણ કે બેંક આના દ્વારા બહેતર બેંકિંગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે.
SBI નેટબેંકિંગ 11 ડિસેમ્બરની રાત્રે 11.30 થી સવારે 4.30 સુધી આખી 300 મિનિટ સુધી ચાલશે નહીં અને આ સમય પસંદ કરવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને ઓછામાં ઓછી પરેશાનીનો સામનો કરવો પડે. ટેક્નોલોજી અપગ્રેડેશન માટે, બેંકોએ ઓનલાઈન સેવાઓ, ફોન બેંકિંગ સેવાઓનું સંચાલન થોડા સમય માટે બંધ કરવું પડશે અને આ માટે SBIએ તેના ગ્રાહકોને ટ્વિટર દ્વારા પહેલેથી જ જાણ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.