દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank Of India) હરાજી યોજવા જઈ રહી છે. SBIનું મેગા ઇ-ઓક્શન (SBI e-auction) આજથી એટલે કે 5 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. આ વખતની હરાજીમાં તમે રેસિડેન્સિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અને જમીન ઉપરાંત પ્લોટ, મશીનરી અને વાહન માટે પણ બોલી લગાવી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટમાં લખ્યું છે કે સૌથી સારી બોલી માટે! અહીં આપના માટે સસ્તા રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી, લેન્ડ, પ્લોટ અને મશીનરી, વાહન અને ઘણું બધું ખરીદવાની તક છે.
આ વેબસાઇટ પર આપને પ્રોપર્ટી માટે રિઝર્વ પ્રાઇઝ પણ મૂકવામાં આવી છે. હરાજીની પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થઈ જશે.
એસબીઆઇ તરફથી હેલ્પલાઇન નંબર- (033)-40602403/40067351/40628253/40645316/40645207/40609118 પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો અહીં સંપર્ક કરી શકાય છે.
જો ઇ-હરાજીના માધ્યમથી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો બેંકમાં જઇને પ્રક્રિયા અને સંબંધિત પ્રોપર્ટી વિશે કોઈ પણ પ્રકારની જાણકારી લઈ શકો છો.
એસબીઆઇ સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરતી રહે છે. આ હરાજીમાં બેંક પ્રોપર્ટી વેચીને પોતાની બાકી રકમ વસૂલ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.