દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકોને 1 નવેમ્બરથી બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે.
SBI ગ્રાહકોના બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરવા જઈ રહી છે. હવે આ રકમની બચત પર મળતો વ્યાજ દર 3.50%થી ઘટીને 3.25% થઈ જશે. એટલે કે, 1 નવેમ્બરથી તમને તમારી બચત પર ઓછો ફાયદો મળશે.
RBI દ્વારા ઓક્ટોબરમાં થયેલ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા પછી SBIએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જે 10 ઓક્ટોબર 2019થી અમલમાં આવી ગયો છે. SBI 1 વર્ષથી બે વર્ષ સુધીની મેચ્યોરિટીવાળી રિટેલ FD પર ડિપોઝિટ રેટમાં 0.10% ઘટાડો કર્યો હતો. આ દર 6.50%થી ઘટીને 6.40% કરવામાં આવ્યો છે. SBIમાં 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટવાળી FDને રિટેલ FD કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.