બેંક ઘરે બેઠા આપે છે આ ગજબ સુવિધાઓ,એસબીઆઈની સેવાઓનો ઉઠાવો લાભ

આ સેવામાં SBIના ગ્રાહકો પોતાના એકાઉન્ટનું બેકેન્સ ચેક કરી શકે છે, ફંડ ટ્રાન્સફર કરી શકે છે, નવી ચેક બુક માટે રિક્વેસ્ટ કરી શકે છે અને ડેબિટ કાર્ડ માટે પણ અરજી આપી શકે છે.

આ સર્વિસ સિવાય એસબીઆઈમાં ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ્સ બનાવવાની સુવિધા પણ મળે છે.

તમને તમારા ઘરની સલામતી અને સુવિધા સાથે બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપે છે.

જેમાં પૈસાની લેવડદેવડ, એટીએમ કાર્ડ માટે અરજી, ડિપોઝિટ એકાઉન્ટથી સંબંધિત કામ, બિલનું પેમેન્ટ, સેવિંગ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ચેક બુક માટે અરજી કરવી, યુપીઆઈ શરૂ કરવું અને બંધ કરવું, ટેક્સ પેમેન્ટ સામેલ છે.

સુવિધાઓ શરૂ કરવા માટે સૂચનાઓની પ્રી-પ્રિન્ટેડ કીટની રાહ જોવી પડતી હતી. જો એસબીઆઈ શાખાની મુલાકાત લેવાનો સમય ન હોય તો હવે તમે ઘરેથી એસબીઆઇની નેટબેંકિંગ સુવિધા માટે રજિસ્ટ્રેશનકરાવી શકો છો.

  • સૌથી પહેલાં એસબીઆઈના નેટ બેકિંગ હોમ પેજ onlinesbi.com પર જાઓ.
  • એ પછી “New User Registration/Activation” પર ક્લિક કરો.
  • એકાઉન્ટ નંબર, સીઆઈએફ નંબર, શાખા કોડ, દેશ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જરૂરી સુવિધા દાખલ કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • આ પછી રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે.
  • હવે એટીએમ કાર્ડ પસંદ કરો અને જો તમારી પાસે એટીએમ કાર્ડ નથી, તો બેંક આગળની પ્રક્રિયા પૂર્ણ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.