અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે રામલલા બિરાજમાનનાં પક્ષમાં ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં આધાર પર રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે. આ મુદ્દા પર ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથે બ્લોગ લખીને પોતાના ગુરૂ મહંત અવૈજ્ઞનાથ, મહંત દિગ્વિજયનાથ અને પરમહંસ રામચંદ્ર દાસને યાદ કર્યા છે. યોગીએ લખ્યું છે કે, તેમણે હંમેશા હિંદુત્વની રાષ્ટ્રવાદી વિચારધારાને અંગીકાર કરી છે અને તેઓ હંમેશા સર્વે ભવન્તુ સુખિન: (બધા સુખી થાય)થી લઇને વસુધૈવ કુટુમ્બકમ (આખી પૃથ્વી આપણો પરિવાર છે)નાં રસ્તા પર ચાલ્યા છે.
યોગીએ આગળ લખ્યું છે, ‘જ્યારે મે મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારે વર્ષોથી તુષ્ટીકરણની રાજનીતિનાં કારણે સત્તા માટે અછૂતી બનેલી અયોધ્યાની ઉપેક્ષાની પીડા મારા મનમાં વસેલી હતી. મે સત્તા સંભાળતા જ એ સંકલ્પ લીધો કે અયોધ્યામાં વિકાસ અને વિશ્વાસ ફરીથી લાવવો અને પ્રભુ શ્રી રામની જન્મભૂમિનાં ઉદ્ધાર હેતુ કાયદાકીય રીતથી પ્રયત્નશીલ રહેવું મારી પ્રાથમિકતામાંથી એક છે. આ કારણે મારી સરકારે અયોધ્યામાં ભવ્ય દિપોત્સવની શરૂઆત કરી.’
પોતાના ગુરૂ મહંત અવૈજ્ઞનાથને યાદ કરતા સીએમ યોગીએ લખ્યું છે કે, ‘આજે જ્યારે હું મુખ્યમંત્રી તરીકે કાર્યરત છું તો આ ક્ષણે મને મારા ગુરૂદેવ બ્રહ્મલીન મહંત અવૈજ્ઞનાથજી મહારાજ યાદ આવે છે, જેમણે શ્રી રામજન્મભૂમિ આંદોલનમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. તેઓ ઘણીવાર કહેતા કે મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની ન્યાયપ્રિયતા, આદર્શાનુશાસન અને સમત્વ ભાવનાથી યુક્ત ત્યાગનાં ગુણોનું દરેક સત્તાધારી પક્ષે અનુકરણ કરવું જોઇએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.