મોદી સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારનાં 6 મહત્વનાં બિલોને લીલી ઝંડી આપવામાં આવી છે. આમાં સૌથી મહત્વનું નાગરિકતા સંશોધન બિલ, એસસી-એસટીને આરક્ષણ અને સીનિયર સીટિઝન અમેડમેન્ટ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી જ સંસદમાં રજૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, “એસસી-એસટીને જે આરક્ષણ મળે છે તેને દર 10 વર્ષ બાદ વધારવું પડે છે. આ વર્ષે પણ સરકારે એસસી-એસટી આરક્ષણ બિલને 10 વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે.” ઉલ્લેખનીય છે કે આ આરક્ષણ 2020માં ખત્મ થઈ રહ્યું હતુ જેને 2030 સુધી વધારી દેવામાં આવ્યું છે.
J&K આરક્ષણ (બીજુ સંશોધન) બિલ, 2019ને પરત લેવાની મંજૂરી
જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે સિટિઝન અમેડમેન્ટ બિલને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, “સીનિયર સિટિઝનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેબિનેટે સીનિયર સિટિઝન અમેડમેન્ટ બિલને લીલી ઝંડી દેખાડી દીધી છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.