ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ગત ફિલ્મ ‘પદ્માવત’ના ટાઇટલ અને કન્ટેન્ટને લઈને ખૂબ જ વિવાદ થયા હતા. ફિલ્મનું ટાઇટલ પણ ‘પદ્માવતી’માંથી ‘પદ્માવત’ રીલિઝના થોડા દિવસ અગાઉ જ ચેન્સ થયું હતું. હવે સંજય લીલા ભણસાલી વધુ એક ફિલ્મનું નામ બદલી શકે છે.અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી આ શુક્રવારે રીલિઝ થવાની છે પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સંજય લીલા ભણસાલીને ફિલ્મનું નામ ચેન્સ કરવાનું સૂચન આપ્યું છે.
ફિલ્મની રીલિઝ રોકવાની માગણી વિરુદ્ધ ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વાસ્તવિક જીવનની સેક્સ વર્કર પર આધારિત છે જે મુંબઇના કમાઠીપુરામાં રહેતી હતી. ગંગુબાઈ કાઠિયાવાડીને હુસેન જૈદીનું પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઇમાંથી રૂપાંતરિત કરવામાં આવી છે અને ટાઇટલ રોલમાં ફિલ્મમાં અલિયા ભટ્ટ છે. ગંગુબાઈનો પુત્ર બાબુ રાવજીનો આરોપ છે કે ફિલ્મ તેની માતા પ્રત્યે માનહાનિકારક છે.
તેણે બોમ્બે હાઇ કોર્ટના એ આદેશને પડકાર આપ્યો હતો જેમાં કોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાની ના પાડી દીધી હતી. અને એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીની ફિલ્મ વિરુદ્ધ મહારાષ્ટ્રના ધારાસભ્ય અમીન પટેલ અને કમાઠીપુરાની રહેવાસી શ્રદ્ધા સર્વે સહિતે ફરિયાદો નોંધાવી છે.
જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ એમ.કે. મહેશ્વરીની પીઠે તેના નિર્માતા સંજય લીલા ભણસાલી પ્રોડક્શનને સૂચન આપ્યું છે કે શું આ ફિલ્મનું નામ બદલી શકાય છે. કોર્ટે કહ્યું કે તેને આ સૂચન એટલે આપ્યું કેમ કે ફિલ્મ પર રોક લગાવવાને લઈને ઘણા કેસ અલગ અલગ કોર્ટમાં વર્ષ કરતા વધારે સમયથી લંબિત છે.અને આ કેસ પર સુપ્રીમ કોર્ટમાં આજે પણ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં લગભગ 2 કલાક સુનાવણી ચાલી.
આ દરમિયાન ઇન્દિરા બેનર્જીની આગેવાનીવાળી પીઠે ગગુંબાઈ કાઠિયાવાડી ફિલ્મ બનાવનારા નિર્માતા સંજય લીલા ભણસાલીને પૂછ્યું કે શું આ ફિલ્મનું નામ બદલી શકાય છે? તેના અરજી કરતા ગંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે આ ફિલ્મનાના નામ સહિત ઘણા બિંદુઓ પર આપત્તિ વ્યક્ત કરતા ફિલ્મની રીલિઝને રોકવા માટેની માગણી કરી છે. અરજીમાં આ ફિલ્મને લઈને ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.અને આ અરજી પર જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ મહેશ્વરીની પીઠ આજે પણ સુનાવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.