સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકાના હરિયાલ(કરંજ) ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદે પાઈપલાઈન ગોઠવી આચરવામાં આવી રહેલા પાણી ચોરી કૌભાંડને લઈ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,રાજ્યના સિંચાઈ સચિવ અને કાર્યપાલક ઈજનેરને લેખિત ફરિયાદ મોકલી જાણીતી સોલાર કંપનીનાં પાણી ચોરી કૌભાંડમાં વિજિલન્સ તપાસ સોંપી ગેરકાયદે પાણીનું નેટવર્ક ઉખેડી સામગ્રી જપ્ત કરવાસુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ(કરંજ) ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદે પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવી આચરવામાં આવી રહેલા પાણી ચોરી કૌભાંડને લઈ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,રાજ્યના સિંચાઈ સચિવ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ) અને કાર્યપાલક ઈજનેર (કા.પા.જ.કા.વિભાગ,સિંચાઈ ભવન સુરત)ને લેખિત ફરિયાદ મોકલી જાણીતી સોલાર કંપનીનાં પાણી ચોરી કૌભાંડમાં વિજિલન્સ તપાસ સોંપી ગેરકાયદે પાણીનું જાળું ઉખેડી સામગ્રી જપ્ત કરવામાં આવે, એટલુંજ નહીં ભૂતકાળમાં સચિન જીઆઇડીસીમાં નર્મદા કંપનીના સંચાલકો સામે જેમ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ તર્જ પર સોલાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં જણાવ્યું હતું કે, હરિયાલ(કરંજ) ગામનાં ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી ફરિયાદ કરી રહ્યાં હતાં તો પણ રાજકીય વગ ધરાવતા કંપનીના સંચાલકો સામે કોઈ કાર્યવાહીના પગલાં ના લેવાતા મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ફરિયાદ કરવી પડી હતી. એ પછી આજે તંત્ર દોડતું થયું હતું.
આ ઉપરાંત સ્થાનિકોનું કહેવું છે કે ફેક્ટરીને હરિયાલ ગામમાં તળવામાંથી પાણી લેવા માટે કઈ શરતે કોણે મંજૂરી આપી, પાણીનો વપરાશ છેલ્લા કેટલા વર્ષથી થઈ રહ્યો હતો,એ રકમ વ્યાજ પેનલ્ટી સાથે વસુલ કરવામાં આવે તથા જવાબદાર કંપનીના માલિકો અને સિંચાઈ વિભાગનાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.