ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો અને જેસર અને સિહોર તાલુકામાં સામાન્ય વરસાદ પડયો હોવાનુ સરકારી ચોપડે નોંધાયુ છે પરંતુ તળાજા-મહુવા તાલુકાના કેટલાક ગામમાં વરસાદ પડયો હોવાનુ સરકારી ચોપડે નોંધાયુ નથી.
ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો અને જેસર તાલુકામાં અને સિહોર તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો, જયારે અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ના હતો તેમ ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર શહેરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.
તળાજા અને મહુવા તાલુકાના કેટલાક ગામોમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો, જેમાં બોરડા, જાગધાર, લોંગડી, રાણીવાડા, ગુદરણા, ગાધેસર, વાટલીયા, બોરડી, દાઠા વગેરે ગામડાઓનો સમાવેશ થાય છે. આ ગામોમાં નેવાધાર વરસાદ પડતા ખેડૂત સહિતના લોકો ગેલમાં આવી ગયા હતાં. ખેડૂતોએ આ વરસાદને વાવણી લાયક નહી પરંતુ જે ખેડૂતોએ કપાસની વાવણી કરી દીધી છે તેને ફાયદારૂપ વરસાદ ગણાવ્યો હતો.અને જિલ્લામાં હજુ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે તેથી ખેડૂતો સહિતના લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.