– સ્કૂલો પાસે જંક ફૂડ વેચવા પર પ્રતિબંધ
.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઈઓ અરુણ સિંઘલે સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ અને અસ્વસ્થ્ય ખાધ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. સાથે જ સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં અસ્વસ્થ્ય ખાદ્યા પદાર્થોના વેચાણ અને જાહેરખબરો પર પ્રતિબંઘ લાદ્યો છે. આ પગલું બાળકોની સુરક્ષા અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે આનાથી સ્કુલના બાળકોને સુરક્ષિત અને સંતુલિત આહાર ઉપલબ્ધ થશે. જે ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ચરબી, સોલ્ટ અને શુગર હોય છે, તેમનું સ્કુલોની કેન્ટીનમાં કે મેસ કે પછી હોસ્ટેલ કિચન કે પછી સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં વેચાણ થઈ શકશે નહીં.
ખાદ્ય પદાર્થોમાં પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક, ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, સમોસા, પેસ્ટ્રી, સેન્ડવિચ, બ્રેડ પકોડા વગેરે આવે છે. અધિકારીઓનું કહેવું છે કે સ્કુલમાં કેન્ટીન, મેસ, કિચન ચલાવવા માટે લાઈસન્સ લેવું પડશે. સાથે શિક્ષા વિભાગ દ્વારા મિડ ડે મીલ સાથે જોડાયેવ ફુડ વિતરકોએ પણ નોંધણી કરાવવી પડશે અથવા લાઈસન્સ લેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.