સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી આશાદીપ શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓએ શાળાએ પહોંચીને શિક્ષકને માર માર્યો હતો. વાલીઓનાં ટોળા દ્વારા શિક્ષકને માર મારવામાં આવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ શહેરની 400 જેટલી શાળાઓ બંધ રાખીને આ ઘટનાનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે 29 સપ્ટેમ્બરના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ આપ્યા હતા. શિક્ષણમંત્રીના આદેશથી ડૉક્ટર ધવલ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરુ દ્બારા 29 સપ્ટેમ્બરના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માહિતી શિક્ષણ અધિકારી દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને ફોન કરીને આપવામાં આવી હતી. સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ અને શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરુ દ્બારા શાળાના સંચાલકોની સાંજના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાહ જોવા છતા પણ કોઈ સંચાલક બેઠકમાં હાજરી આપવા આવ્યા ન હતા.
આ સમગ્ર મામલે શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરુ દ્બારા કહેવામાં આવ્યું હતું કે, અમે સંચાલક મંડળને ફોન કરીને મિટિંગ બાબતે જાણ કરી હતી અને તેમણે અડધા કલાકમાં તેઓ આવશે તેવું જણાવ્યું હતું. અડધા કલાક પછી અમે ફોન કર્યો તો તેઓ કલાકમાં તેઓ આવશે જણાવ્યું હતું અને અંતે રાત્રે સંચાલક મંડળ તરફથી મેસેજ આવ્યો હતો કે, શાળાઓ શરૂ રાખવામાં આવશે. તેથી અમે લોકો સર્વે કરાવીશું અને જે પણ શાળા બંધ જણાશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.