સ્કૉર્પિયો કારની અસલી નંબર પ્લેટ મળી આવી,ધુલે શહેરમાં મર્સિડીઝ કારનો માલિક

બ્લેક મર્સિડીઝ કારની શોધખોળમાં જ સ્કૉર્પિયોની સાચી નંબર પ્લેટ પણ NIAના હાથ લાગી ગઇ છે.

આ સિવાય પણ તે મર્સિડીઝ કારથી કેટલીક અન્ય નંબર પ્લેટ મળી આવી છે. સાથે જ 5 લાખ 75000 રૂપિયા અને પેટ્રોલ ડીઝલ પણ મળી આવ્યા છે. માહિતી અનુસાર, એક જગ્યા બહાર સચિન વાજે ઢીલા કુર્તામાં દેખાય છે.

માહિતી અનુસાર, API સચિન વાજે કાર ચલાવતો હતો. જેનો નંબર MH 9095 છે. આ બ્લેક મર્સિડીઝ કારનો માલિક ધુલે શહેરમાં રહે છે. મર્સિડીઝ કાર માલિકે થોડા દિવસ પહેલા જ આ કાર કોઇ બીજાને વેચવાનો દાવો કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.