ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાન ગિન્નાયુ હતું. આવેશમાં આવીને તેણે ભારત સાથેનો વ્યાપાર જ બંધ કરી દીધો હતો. જેની પાકિસ્તાનને ભારોભાર કિંમત ચુકવવી પડી રહી છે. ભારત સાથે વ્યાપાર બંધ કર્યા બાદ પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં રીતસરની આગ લાગી છે. જેનો હજી તેને વળકો પણ નથી વળ્યો ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે તેઓ ભારત પાસેથી પોલિયો માર્કરની ખરીદી કરશે. પોલિયો નાબુદીના અભિયાનમાં લાગેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ભારત પાસે આ અંગે મદદ માગી છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનને તેના જ જીગરી દોસ્ત છીને દગો આપતા પાકિસ્તાને ભારત સામે ઘુટણીયે પડવાનો વારો આવ્યો છે.
ભારતે આ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી હતી. ભારતની આ આંતરીક બાબતને પાકિસ્તાને જબરદસ્તીથી પોતાની પ્રતિષ્ઠા અને માનવાધિકારો સાથે જોડીને ભારત વિરુદ્ધ હંગામો મચાવવાની કોશિશ કરી. ભારતનું કશું બગાડી ના શકતા ગુસ્સે ભરાઈને તેણે ભારત સાથે 9 ઓગસ્ટથી દરેક પ્રકારના વેપાર પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે લોકોના દબાણમાં આવીને સપ્ટેમ્બર મહિનામાં જ દવાઓના વેપાર પરથી પ્રતિબંધ હટાવવો પડ્યો અને હવે પોલિયો માર્કરની આયાતમાં પણ છૂટ આપવી પડી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.