મોરબી દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ ચાલું જ છે. પંજાબનો 1 વ્યક્તિ હજુ પણ મોરબીમાં લાપતા છે. જેમાં 6 બોટ અત્યારે કામે લગાડવામાં આવી છે. એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એક મૃતદેહને શોધવા તંત્ર કામે લાગ્યું છે. ચોથા દિવસે પણ શોધખોળની કામગિરી એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહી છે.
પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાથી દિવસ રાત શોધવાની કામગિરી કરવામાં આવી રહી છે અત્યારે સુધી 136 લોકોના મોત થયા છે. અત્યારે છ બોટ છે પરંતુ આ પહેલા એનડીઆરએફ અને એસડીઆરએફની બે ટીમો ઉપરાંત આર્મી, નેવી, એસઆરપીએફ, એરફોર્સની છ પ્લાટુન અને ફાયર બ્રિગેડની ટીમો 18 બોટ સાથે નદીમાં બચાવ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ અત્યારે પણ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કેમ કે, હજુ પણ એક વ્યક્તિની ભાળ નથી મળી. અત્યારે સુધી 136ના જીવ ગયા છે. તમામના અગ્રિ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. ઘણાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાથી સઘન કામગિરી તેને શોધવાની ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.