SEBI ચેરપર્સને અક્ષય કુમારને આપ્યો બોન્ડ માર્કેટમાં રોલ, જાણો શું કહ્યું માધાબી પુરી બુચે

સેબીના (SEBI) ચેરપર્સન માધબી પુરી બૂચે (Madhabi Puri Buch) જણાવ્યું હતું કે ભારતનું બોન્ડ માર્કેટ આગામી દિવસોમાં નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવા જઈ રહ્યું છે અને શક્ય છે કે પછી તમે અક્ષય કુમારને (Akshay Kumar) સંબંધિત અહેવાલોમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોશો. જુઓ. ન્યૂઝ18 દ્વારા આયોજિત ‘રાઇઝિંગ ઇન્ડિયા સમિટ’ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે સેબીના અધ્યક્ષે આ વાત કહી.

નવી દિલ્હીઃ સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે જણાવ્યું કે, આવનારા દિવસોમાં ભારતના બોન્ડ માર્કેટનો વિસ્તાર વધવા જઇ રહ્યો છે અને બની શકે કે ત્યારે તમને તેને સંબંધિત રીપોર્ટ્સમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં જોવા મળે. સેબીના ચેરપર્સને ન્યૂઝ18 દ્વારા આયોજીત કાર્યક્રમ રાઇઝિંગ ભારત સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બુચે ભારતીય બોન્ડ માર્કેટની સંભાવનાઓને લઇને વાત કરી હતી. જ્યારે તેઓ બોન્ડ માર્કેટ અંગે પોતાની વાત કરી રહ્યા હતા, તે દરમિયાન બુચની પાછળ સ્ક્રિનમાં ચાલી રહેલા પ્રેઝન્ટેશનમાં હોલિવૂડ ફિલ્મના જાણીતા અભિનેતા ‘જેમ્સ બોન્ડ’ની તસવીર હતી.

બુચે આ તસવીરોને જોઇને મજાક કરી અને કહ્યું કે, આવનારા દિવસોમાં ભારતીય બોન્ડ માર્કેટમાં તમને સમગ્ર દુનિયામાંથી રોકાણ આવતું જોવા મળશે. તેમણે કહ્યું કે, “આ સફળતા બાદ બની શકે છે કે તમને આ સ્ક્રિન પર વિદેશીની જગ્યાએ ભારતીય જેમ્સ બોન્ડની તસવીર જોવા મળે. હું તો અહીં અક્ષય કુમારને રાખવા માંગીશ અને તે પણ આવા જ સૂટબૂટમાં.”

બુચના પ્રેઝન્ટેશનમાં લગભગ તમામ સ્લાઇડ પર છેલ્લા ઘણા વર્ષોમાં જેમ્સ બોન્ડની ભૂમિકા નિભાનારા અભિનેતાઓની તસવીરો હતી. તેમણે કહ્યું કે, “જ્યારે પણ આપણે માર્કેટની વાત કરીએ છીએ તો મોટાભાગે આપણા મનમાં શેર બજારનો વિચાર આવે છે. પરંતુ આપણી પાસે એક મોટું બોન્ડ માર્કેટ છે. લોકોને તેના વિશે નથી જાણતા.”

બુચે વધુમાં જણાવ્યું કે, ભારતીય કોર્પોરેટ જગતની દેવા સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં બોન્ડ માર્કેટ મહત્વની ભૂમિકા નીભાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “જો બેંકિંગ સિસ્ટમ કોર્પોરેટ વર્લ્ડને 100 રૂપિયા આપે છે, તો બોન્ડ માર્કેટ તેને 600 રૂપિયા આપે છે. મોટોભાગના લોકોને તે ખબર જ નથી કે આ સંખ્યા કેટલી મોટી છે. અમે આશા કરીએ છીએ કે તે હજુ વધારે વધશે.”

તેમણે કહ્યું કે, ભારત સરકારની સિક્યોરિટીઝને ગ્લોબલ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવી રહી છે. તેનાથી આપણા બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોને મોટા પ્રમાણમાં રસ ઉત્પન્ન થઇ શકે છે. બુચ જણાવે છે કે, એકવાર ભારત સરકારની યીલ્ડ વર્ક સ્થાપિત થઇ જશે, તો રોકાણકારો આપમેળે આપણા કોર્પોરેટ બોન્ડ બજારમાં આવવા લાગશે. કારણ કે ત્યારે તમારે માત્ર ભારત સરકારની યીલ્ડને બેંચમાર્ક કરવાની છે અને તેમાં ક્રેડિટ સ્પ્રેડ ઉમેરવાનો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.