પેપર માટે વ્યક્તિદીઠ 8થી 12 લાખ રૂપિયા લેવાયા હોવાનો ‘AAP’ના નેતાનો આરોપ
સરકાર શોધે છે પુરાવા:ગૌણ સેવા પસંદગીની ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી, પુરાવા મળશે ત્યારે ફરિયાદ દાખલ કરશે, આન્સર કી અટકાવાઈ
અમદાવાદ32 મિનિટ પહેલા
ગૌણ સેવા પસંદગીમંડળના અધ્યક્ષે તાબડતોબ બોલાવેલી પત્રકાર પરિષદ
પેપર માટે વ્યક્તિદીઠ 8થી 12 લાખ લેવાયા હોવાનો ‘AAP’ના નેતાનો આરોપ
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેથી આ બાબતે આજે 15 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગૌણ સેવા મંડળને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ કહ્યું હતું કે હેડ ક્લાર્કની પરીક્ષા 88 હજાર ઉમેદવારોએ આપી હતી. પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી.
પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં.
ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના ચેરમેન અસિત વૉરાએ જણાવ્યુ હતું કે, રાજયમા યોજાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.અને મીડિયા દ્વારા મળેલા અહેવાલોને ધ્યાને લઈને તપાસનો દોર શરૂ કરાયો છે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વિભાગને કડક સૂચનાઓ આપી છે અને કસુરવારોને છોડાશે નહી. તેમણે ઉમેર્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસ વિભાગ દ્વારા જે વિગતો મંડળને પ્રાપ્ત થશે ત્યારબાદ મંડળ દ્વારા FIR સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે ત્યાં સુધી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં.
તેમણે ઉમેર્યુ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષંમા સંપૂર્ણ પારદર્શી રીતે 25 હજાર જેટલી જગ્યાઓ માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરાયુ હતું. જેમાં લાખો યુવાનોએ પરીક્ષા આપી છે. કોરોના કાળ દરમ્યાન પણ અત્યાર સુધીમાં મંડળ દ્વારા 40 પરીક્ષાઓનું આયોજન કરાયું હતું. જેમાં 5 હજારથી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા મંડળ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. મંડળ દ્વારા વિવિધ ખાતાકીય પરીક્ષાઓનું પણ સઘન આયોજન કરી પરીક્ષાઓ લેવામાં આવી છે.
સાબરકાંઠામાં પ્રશ્નો સોલ્વ થયા બાદ તેના જવાબો સોશિયલ મીડિયા મારફત અન્ય શહેરોમાં મોકલાયા હતા. પરીક્ષાના સમયના બે કલાક પહેલાં તમામને જવાબો મળી ગયા હતા અને વડોદરાના 3 તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના 1-1 પરીક્ષાર્થીને આ જવાબો મળ્યા હોવાનો આક્ષેપ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.