ગાંધીનગરમાં સચિવાલયમાં પોઈન્ટ પર ફરજ બજાવતા એસઆરપી જવાને પોતાની સર્વિસ રાયફલ વડે સેકટર -27 ખાતેના બેરેકમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પાટણના રહેવાસી એવા એસઆરપી ગ્રુપ -3માં ફરજ બજાવતા 45 વર્ષીય ધનજીભાઈ પરમાર છેલ્લા ચાર માસથી સચિવાલયના પોઈન્ટ પર ફરજ બજાવતા હતા.અને આજે સવારે ધનજીભાઈ પોતાના સેકટર – 27ના બેરેકમાં આવ્યા હતા. તે સમયે ધનજીભાઈ પોતાની સર્વિસ રાયફલમાંથી ગોળી છોડીને આપઘાત કરી લીધો હતો. ધડાકાનો અવાજ સાંભળીને અન્ય જવાનો પણ દોડી આવ્યા હતા. ગોળી તેમને દાઢીના ભાગે વાગી હતી.અને એસઆરપીના આ જવાનની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.