અગ્નિપથ યોજના વિરૂદ્ધ પ્રદર્શનોની અસર રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ જોવા મળી રહી છે.જેમાં યોજનાનો વિરોધ સતત થઇ રહ્યો છે. તેને જોતા જયપુર પોલીસ કમિશ્નરેટના ક્ષેત્રાધિકારમાં પણ કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તે 19મી જૂનથી સાંજે 6 વાગે લાગૂ કરવામાં આવી છે. તે આગામી 18મી ઓગષ્ટના રોજ અડધી રાત સુધી લાગૂ રહેશે અને તેના કારણે આગામી 2 મહિનાઓ સુધી અનુમતિ વગર રેલી, સભા, જુલૂસ અને પ્રદર્શનો પર પ્રતિબંધ લાગૂ રહેશે. તેની સાથે જ ધોલપુરમાં પણ સાત દિવસ માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને કોટામાં પહેલાથી જ કલમ 144 લાગૂ છે.
જયપુરના પોલીસ કમિશ્નર અજયપાલ લાંબાએ તેને લઇને આદેશો જારી કર્યા છે. આદેશોમાં કહેવાયું છે કે, કોઇ પણ સભા, રેલી અને જુલુસ માટે પહેલાથી જ અનુમતી લેવી પડશે. આ અનુમતિ એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓ પાસે લેવી પડશે. વિવાહ સમારોહ, વરઘોડો અને શવયાત્રા પર આ નિયમ લાગૂ નહીં થશે. આદેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ સંદેશાઓ પોસ્ટ કરવા અને વાયરલ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગાવવામાં આવ્યો છે અને જો કોઇ આ આદેશનું ઉલ્લંઘન કરે, તો તેના વિરૂદ્ધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશની સીમા સાથે જાડાયેલા ધોલપુર જિલ્લામાં પણ સાત દિવસો માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. કાર્યવાહક જિલ્લા કલેક્ટર સુદર્શન સિંહ તોમરે આદેશ જારી કર્યો છે કે, અહીં પણ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરૂદ્ધ દેશભરમાં જારી પ્રદર્શનોને નજરમાં રાખતા કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને ધોલપુર જિલ્લામાં આ આદેશ 25મી જૂનથી પ્રભાવિત થશે.
બીજી તરફ અગ્નિપથ યોજનાના વિરોધમાં નાગૌર સાંસદ હનુમાન બેનીવાલની પાર્ટી આરએલપી આગામી 27મી જૂનના રોજ જોધપુરમાં મોટી સભા યોજવાની તૈયારીમાં છે. જોધપુરમાં થનારી આ સભામાં લગભગ એક લાખ લોકો એકત્રિત થનારા છે. ભોપાલગઢના ધારાસભ્ય પુખરાજ ગર્ગે રવિવારે જોધપુરના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી સભા સાથે સંકળાયેલી જાણકારી મીડિયા પાસેથી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોટા જિલ્લામાં એક દિવસ પહેલા કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ત્યાં તેને 1 મહિના માટે લાગૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.