સુરતમાં કર્ફ્યૂમાં બાઇક પર પિસ્તોલ સાથે સ્ટંટ કરનારાનો જુઓ કેવી હાલત થઈ …

ઘણી વખત બાઇક પર સ્ટંટ કરતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ વીડિયો બાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે અને પોલીસ દ્વારા આ ઈસમોની ધરપકડ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં બાઈક પર હીરોગીરી કરનારા બે ઈસમોનો વીડિયો વાયરલ થયા બાદ સુરતની અમરોલી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમનો જે વીડિયો વાયરલ થયો છે તે 14 ડિસેમ્બરનો છે અને પોલીસની ધરપકડ બાદ આ બન્ને ઈસમો તો પોલીસ સમક્ષ હાથ જોડી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક હાથમાં પિસ્તોલ રાખીને બાઇક ચલાવતો હોય તેવું દેખાઈ રહ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, બાઇક પર સ્ટંટ કરનારા પોરબંદરના રહેવાસી છે અને હાલ તો બંનેની સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 14 ડિસેમ્બરના રોજ ગુનો દાખલ થયો હતો.

મળતા રિપોર્ટ અનુસાર સુરતના સોશિયલ મીડિયામાં બે યુવકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી આ વીડિયોમાં નિક ઓડેદરા નામનો યુવક બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો. નિક ઓડેદરાએ એક હાથમાં પિસ્તોલ પકડી હતી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નિક ઓડેદરા આ પ્રકારે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યારે પોલીસની તપાસમાં જાણવા મળશે કે તેની પાસે જે પિસ્તોલ જોવા મળી હતી તે રીયલ છે કે, પછી એર ગન

આ વીડિયો વાયરલ થયા બાદ હર્ષ સંઘવીએ આ વીડિયો વિશે કહ્યું હતું કે, અમે તેમને પકડી લીધા છે. વીડિયો 14 ડિસેમ્બરનો છે અને વીડિયોમાં પિસ્તોલ દેખાય છે તે એક લાઇટર છે.

મહત્ત્વની વાત છે કે, સુરતમાં કોરોનાના કારણે રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તેવામાં રાત્રિના સમયે આ ઈસમોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો વીડિયો ઉતારીને અપલોડ કર્યો હોવાના કારણે પોલીસના પેટ્રોલીંગની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. તો બીજી તરફ સવાલ થઈ રહ્યા છે કે, આ ઈસમો વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે શું આ વાત પોલીસને ધ્યાને નહીં આવી હોય? પરંતુ હાલ બાઇક પર સ્ટંટ કરનારાઓને જેલમાં જવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.