નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરવાની નવતર પહેલમાં બહેનો-માતાઓને મદદરૂપ બનવાની ભાવના જોડાયેલી છે. આજે હિંમતનગર તાલુકાની જ 10,000 થી વધુ બહેનો સન્માન કરવાની સાથે નારી શક્તિને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોતાના રાજકીય કારકિર્દીન સંસ્મરણોને વાગોળતા નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા મોદી સમર્થક મહિલા મંડળ સ્થાપના અંગેની વાત કરતા જણાવ્યું હતું કે, આ મંડળમાં 500 થી લઇ 50 હજાર બહેનોને એકત્ર કરી મહિલા સંમેલન યોજવામાં આવે છે. તેની વિશેષતાની વાત કરતા કહ્યુ હતું કે, મકરસંક્રાતિથી શરૂ થતા આ સમંલેન બે માસ સુધી ચાલે છે. જેમાં મહિલાને હલ્દી કંકુથી તિલક કરીને પતિના દિર્ધાયુની કામના કરાય છે.
આ સમંલેન થકી સામાજીક કુરીવાજોને તિલાંજલી આપવા કટીબદ્ધ બનતી મહિલાઓથી સાચા અર્થમાં નારી શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. ગુજરાતમાં સામાજીક દૂષણો દૂર કરવા મહિલા શક્તિને જોડતા સમાજમાં દહેજ પ્રથા તથા લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચને ટાળી શક્યા હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
તેમણે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ની વાત કરતા જણાવ્યું હતું કે, નાની બચતની શરૂઆત કરીને દીકરીઓના લગ્નપ્રસંગે હાથમાં આવતી મૂડી ગરીબ પરીવારની આર્થિક સમસ્યાને હળવી કરે છે સાથે સલામત સમાજનું નિર્માણ થાય છે. તેમણે તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં માતા-બહેનોને સુકન્યા સમૃદ્ધિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાથી લાભાન્વિત કરવા અનુરોધ કર્યો હતો
.હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ નાર્યસ્તુ વંદના કાર્યક્રમનો વિચારબીજ સી.આર. પાટીલે રોપ્યો હોવાનું જણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ અને જિલ્લા પ્રભારી અને મંત્રી કુબેર ડીંડોર, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય હિતુ કનોડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજ પટેલ, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા, પ્રદેશ અગ્રણી કુ. કૌશલ્યાકુંવરબા, ભરત આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, સહકારી અગ્રણીઓ સહિત હિંમતનગરની માતા-બહેનો હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.