યુવરાજસિંહની ધરપકડ બાદ જુઓ આ MLA એ મુખ્યમંંત્રીને પત્ર લખી શું કહ્યું ??

ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયા કે પેપર ફૂટ્યાના અનેક એવા આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે.અને ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસ જવાન પર કાર ચડાવી દેવાના પ્રયાસ કર્યા હેતું એની ધરપકડ કરવામાં આવી છે.અને આ મામલાને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

તેમણે પત્ર લખીને મુખ્યમંત્રી પદે રહેલા ભૂપેન્દ્ર પટેલને યુવરાજસિંહને ન્યાય મળે એવી વાત કરી છે અને આમ તેમણે આમ આદમી પાર્ટીના નેતાને સપોર્ટ કર્યો છે. લલિત વસોયાએ કહ્યું હતું કે, યુવરાજસિંહે પેપર કૌભાંડ પ્રકાશિત કરીને સરકારની મદદ કરી છે એને ન્યાય મળવો જોઈએ, રાજ્યમાં જુદી જુદી સરકારી ભરતીમાંથી ગેરરીતિ તથા શિક્ષણને લગતા મુદ્દાઓને લઈ ગુજરાતના યુવા સંગઠન તેમજ વિદ્યાર્થી આગેવાન તરફથી સરકાર સામે ન્યાય અંગે જ્યારે પણ અવાજ ઊઠાવવામાં આવે છે. ત્યારે અલગ ચિત્ર જોવા મળે છે. સરકારી ભરતીમાં થતી ગેરરીતિ અંગે તપાસ કરવાના બદલે આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર તથા એના આગેવાનો પર આવી રીતે કાર્યવાહી કરવી યોગ્ય નથી. હું આપને વિનંતી કરૂ છું કે, રાજ્યમાં યુવાનોના પ્રશ્નોને રજૂ કરતા યુવા નેતાઓ જેમ કે, યુવરાજસિંહ જેણે છેલ્લા કેટલાક સમયથી પેપર કૌભાંડને પ્રકાશિત કરી અનેક મોરચે સરકારની મદદ કરી છે.

એમને યોગ્ય ન્યાય આપીને ગુનેગારોને પકડવા જોઈએ. બીજા ગુનેગારોને પકડવા માટે તત્પર બનવું જોઈએ. ભવિષ્યને ધ્યાને રાખીને સરકારે યોગ્ય ન્યાય મળે એ રીતે તથા અલગ અલગ સરકારી ભરતીમાં થતી ગેરરીતિમાં પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.અને આ પ્રકારના યોગ્ય પગલાં લેવા માટે મારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ભલામણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.