રાંદેર મોરાભાગળ ખાતે પારસ એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય મયુરીબેનના વર્ષ 2014 માં વડોદરા વાઘોડીયા રોડ પર રિદ્ધી ટાવરમાં રહેતા સિદ્ધાર્થ આહિર સાથે લગ્ન થયા હતા. સિદ્ધાર્થ હોસ્પિટલની મશીનરી રિપેરીંગ કરવાનું કામ કરે છે અને તેમને સંતાનમાં એક ચાર વર્ષનો પુત્ર છે. લગ્નના એક વર્ષ બાદથી પતિ, સાસુ અને દિયર પ્રસન્નજીતે મહેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેથી મયુરીબેને સાસુના ત્રાસ બાબતે પતિને કહેતા પતિએ તારે સહન કરવું પડશે કહીને સારો વ્યવહાર નહીં રાખી એકવાર મારઝુડ કરી હતી અને દિયર છેલ્લા નવ માસથી મ્હેણાટોણાં મારી માનસિક ત્રાસ આપતો હતો. અને છેલ્લા છ માસથી મયુરીબેન સાથે બોલવાનુ ઓછુ કરી દીધું હતું.
મયુરીબેનના પિયરને ફોન કરી પિયરમાં આવી મયુરીબેનના માતા પિતા સાથે પણ ઝઘડો કર્યો હતો. અને એકાદ મહિના પહેલા મયુરીબેનને તેમના માતા-પિતા સુરત પોતાના ઘરે લઈ આવ્યા હતા. દરમિયાન ગઈકાલે મયુરીબેનનો પતિ, સાસુ તથા દિયર મયુરીબેનના પિયર સુરત આવ્યા હતા. અને તેમના ચાર વર્ષના પુત્રને મયુરીબેનની નજર સામે કારમાં બેસાડીને લઈ જવા નીકળ્યા હતા. ત્યારે પુત્રને પોતાનાથી દૂર થતા જોઈને મયુરીબેન બીજા માળેથી તેમની કાર ઉપર કુદી ગયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એમઆરઆઈ બાદ તેમને પગ અને કમરમાં ફેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસે મયુરીબેનના નિવેદન લઈને પતિ, સાસુ અને દિયરની સામે ફરિયાદ દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.