દિશા પટાણીને તેના નવા બોયફ્રેન્ડ સાથે જોઈ ફેન્સ ભડક્યા, તીખા કોમેન્ટ આપ્યા

એકટ્રેસ દિશા પટાણી તેના નવા બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર ઈલિક સાથે ડિનર સહિત આઉટિંગમાં જોવા મળી રહી છે. જોકે, તેના ચાહકોને દિશાની આ નવી રિલેશનશીપ પસંદ પડી નથી. દિશા અને એલેક્ઝાન્ડરના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બંને ડિઝાનર મોહિત રાયની પાર્ટીમાં સાથે સાથે ગયાં હતાં. તે બાદ લોકો એલેક્ઝાન્ડર વિશે જાણવા માટે ઉત્સુકતા ધરાવી રહ્યા છે. તે વ્યવસાયે જીમ ટ્રેનર હોવાનું કહેવાય છે.

જોકે, હજુ પણ કેટલાય ચાહકો દિશા અને ટાઈગરની જોડી તૂટી ગઈ હોવા અંગે વ્યથિત છે. દિશાના નવા બોયફ્રેન્ડ સાથેના ફોટા જ્યારે પણ પ્રગટ થાય છે ત્યારે તેઓ ટાઈગરને યાદ કરે છે અને આ વખતે તો કેટલાક લોકોએ દિશાની ઝાટકણી પણ કાઢી હતી અને ચલો, એક ટાઈગર તો બચ ગયા તેવી કોમેન્ટસ પણ પાસ કરી હતી.

દિશા અને ટાઈગર વચ્ચે છ વર્ષ રિલેશનશિપ રહી હતી અને બંનેના પરિવારે પણ તેમના સંબંધો સ્વીકારી લીધા હતા. જોકે, દિશા લગ્ન માટે ઉતાવળ કરી રહી હતી તે ટાઈગરને પસંદ નહીં હોવાથી આખરે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.