એકલી જોઈને ઉપરનાં માળે સૂતી મહિલા પર યુવકે નજર બગાડી, કરી એવી હરકત કે…

અમદાવાદમાં (AHMEDABAD) દિવસે ને દિવસે મહિલાઓની છેડતીના (TEASING WOMEN) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ઠક્કર નગર (THAKKAR NAGAR) વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતા તેની જ સામે રહેતા યુવકે છેડતી કરી અડપલા કરતા મામલો પોલીસ સ્ટેશને (POLICE STATION) પહોંચ્યો છે. મહિલા રાતે સૂતી હતી ત્યારે યુવક તેની પથારી પાસે આવીને અડપલા કરતા તે ડરી ગઈ હતી.

અમદાવાદમાં ઠક્કરનગરમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ પાડોશી ધવલ (નામ બદલ્યું છે) વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવાઈ છે. મહિલા તેના પતિ સાથે એક વર્ષ પહેલા ઝઘડો થતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ મહિલા તેના પિયરમાં તેના માતા-પિતા સાથે રહે છે. મહિલા હાલમાં એક સંતાન અને ચાર બેન સાથે રહે છે.

યુવક અડપલાં કરતો હતો. ત્યારે મહિલાએ જાગીને જોયું તો તેની સામે રહેતો ધવલ તેની પથારી પાસે બેઠો હતો. જેથી મહિલા એકદમ ગભરાઈ ગઈ અને બૂમાં બૂમ કરતા તેના માતા-પિતા અને તેની બહેન પણ જાગી ગઈ હતી.

https://www.youtube.com/watch?v=EaXX5VWozhI

આ સમયે તેની આસપાસ રહેતા માણસો ભેગા થઇ જતાં છેડતી કરનાર યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પોલીસને જાણ કરી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ યુવકની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.