Vivoએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo T2X લોન્ચ કરી દીધો છે. જોકે આ ફોનને Vivo T2ની સાથે 6 જૂનના રોજ લોન્ચ કરવામાં આવવાનો હતો. જોકે કંપનીએ તેને પહેલા જ લોન્ચ કરી દીધો છે. તેની કિંમત અને બીજી જાણકારી કંપનીએ શેર કરી છે. Vivo T2Xમાં 6.85 ઈંચની આઈપીએસ એલસીડી સ્રીમતન આપવામાં આવી છે. તેના ફ્રન્ટમાં વોટરડ્રોપ નોચ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનનો રિફ્રેશ રેટ 144 hzનો છે અને તેની સાથે 240 Hzનું ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યું છે. તેમાં 650 Nits સુધીની પીક બ્રાઈટનેસ આપવામાં આવી છે.
Vivo T2Xમાં મીડિયાટેક ડાયમેનસ્ટી 1300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 256 GB સુધીની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તે સિવાય તેમાં 8 GB સુધીની રેમ આપી છે. ફોનમાં 6000 mAhની બેટરી 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ફોનને ઝીરો થી 50 ટકા સુધી ચાર્જ થવામાં માત્ર 35 મિનિટનો સમય લાગે છે.અને તે સિવાય 6w વાયર્ડ રિવર્સ ચાર્જિંગનો પણ સપોર્ટ યુએસબી ટાઈપ-સી દ્વારા આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો આ ફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
ફોનનો પ્રાઈમરી કેમેરો 50 મેગા પિક્સેલનો છે. તેની સાથે 2 મેગા પિક્સેલનું મેક્રો સેન્સર આપવામાં આવ્ંએ છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી લેવા માટે 16 મેગા પિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. Vivo T2Xને કંપનીએ બે સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. અને આ ફોનને બેઝ મોડલ 8 GB રેમની સાથે 128 GB સ્ટોરેજ ઓપ્શન આપ્યો છે. તેની કિંમત 1699 CNY રાખવામાં આવી છે. તેના બીજા મોડલમાં 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ ઓપ્શન આપ્યો છે. તેની કિંમત 1899 CNY છે. ફોનને બ્લેક અને બ્લૂ કલર ઓપ્શન આપ્યા છે.અને હાલમાં આ ફોનના ભારતમાં લોન્ચ થવા અંગે કોઈ જાણકારી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ નવા મિડ રેન્જ સ્માર્ટફોનને કંપની ટૂંક સમમાં લોન્ચ કરી શકે છે. જેમાં તેના સ્પેશિફિકેશન ચીની વર્ઝન કરતા અલગ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.