પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજનની માંગી મંજૂરી. અરવિંદ વેગડા સહિતનાં કલાકરોએ કરી રજૂઆત..

નવરાત્રિમાં ચારસો લોકોની મર્યાદા સાથે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાના આયોજન માટે પરવાનગી માંગવામાં આવી છે. આ પ્રદેશ પ્રમુખ અને કલાકારો પાર્ટી પ્લોટ ધારકો, ટેકનિકલ અને ડેકોરેશનના કામ સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ને રજૂઆત કરાઈ છે. ભાજપ પ્રદેશના સાંસ્કૃતિક સેલના કન્વીનર તેમજ સહ કન્વીનર જનક ઠક્કર,અરવિંદ વેગડા સહિત અન્ય કલાકારોએ રજૂઆત કરી છે.

છેલ્લા દોઢ વર્ષથી કલાકારોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરી.ગરબા સોસાયટીઓમાં થાય છે. જેમાં એક લીમીટ કરતાં વધુ ખર્ચ શક્ય હોતો નથી. જો પાર્ટી પ્લોટ અને ક્લબોમાં છૂટ મળે તો ખુલ્લામાં ગરબાનું આયોજન થશે અને તમામ ખેલૈયાઓ માટે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજીયાત કરીશું. પરંતુ સરકાર જો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબા રમવાની પરવાનગી એકાદ દિવસમાં આપશે તો આ આયોજન શક્ય બનશે.

https://www.youtube.com/watch?v=GF9yq7h-x6g&t=2s

અરવિંદ વેગડાએ કહ્યું કે, અમારી રજૂઆત હકારાત્મક રીતે સાંભળવામાં આવી છે. હજારો કલાકારોના હિતમાં સરકાર નિર્ણય લેશે એવો. અમને પૂરો વિશ્વાસ છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીમાં ગરબાનું આયોજન માટે 400 લોકો ની મર્યાદા સાથે માત્ર શેરી ગરબાને જ અપાય છે.

પરવાનગી ગત વખતે ગરબા ની પરવાનગી મામલે કલાકારો અને ડોક્ટરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. અંતે કલાકારોએ ડોક્ટરની માફી માંગવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.