ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજજુ ખેલાડીની પસંદગી. જાણો કોણ છે તે ખેલાડી…

ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજરાતી ખેલાડીની પસંદગી થતાં સૌએ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

તસનીમ મીર ગુજરાતમાં પસંદગી પામનારી સૌપ્રથમ બેડમિન્ટન ખેલાડી છે. મીર પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

તે ડેન્માર્કમાં થોમસ અેન્ડ ઉબેર કપમાં રમશે. મહેસાણા નાં તસનીમ રાજય સ્તરે સારા પ્રદર્શન બાદ નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાંચ ટાઈટલ મેળવ્યાં છે.

મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ ઓગસ્ટ 2021માં પેઝારઝિક માં યોજાયેલી અન્ડર 19 જુનિયર ઓપન ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.