કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે અને આ વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં એક લાખથી વધારે લોકોના મોત થયાં છે. હજુ સુધી કોરોના વાયરસની કોઇ પણ દવા કે વેક્સીન શોધાઇ નથી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ આઇસોલેશન જ અકસીર દવા સાબિત થઇ શકે છે. જેના પાલન માટે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે.
એક સર્વે પ્રમાણે લોકડાઉનના કારણે ભારતમાં 84 ટકા લોકો સેલ્ફ આઇસોલેશનમાં છે. અમેરિકામાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોને સતત ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. અને લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે. માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ લોકડાઉનનો ભંગ કરતા નજરે પડે છે.
IPSOS નામની માર્કેટિંગ રિસર્ચ ફર્મના 14 દેશોમાં હાથ ધરાયેલા સર્વે કરવામાં આવ્યો છે જેમાં સેલ્ફ આઇસોલેશનનું પાલન કરનારા દેશોમાં ભારતનો નંબર આઠમોં છે. જ્યારે કે પહેલા સ્થાને સ્પેન છે. અહીં લોકો ચુસ્ત પણ સેલ્ફ આઇસોલેશનનું પાલન કરી રહ્યા છે. કંપનીએ વિશ્વના 14 દેશોના 28 હજાર લોકો પર સર્વે કર્યો. જે મુજબ પાંચમાંથી ચાર વ્યક્તિ ઘરમાં રહે છે. સેલ્ફ આઇસોલેશનના કેસ વિયતનામ રશિયા અને ઓસ્ટ્રેલિયામાં વધી રહ્યા છે જ્યારે અમેરિકા અને ભારતની સ્થિતિ એક સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.