માઉન્ટ સ્ટ્રાઈક કોરને મજબૂત કરવાનો હંતુ પશ્ચિમ મોર્ચા પર પાકિસ્તાનની જગ્યાએ ચીનથી અડિને આવેલી બોર્ડર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સેના આ પગલુ વિસ્તારવાદી અને આક્રમક ચીનને એલએસી પર ક્યાં પણ પૂર્વ લદ્દાખ જેવી કોઈ પણ અવળચંડાઈને રોકવા માટે ઉઠાવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર માઉન્ટેન સ્ટ્રાઈક કોર કેન્દ્ર તરફથી લગભગ એક દશક પહેલા જ લીલી ઝંડી મળી હતી. જો હજું સુધી આની સાથે એક જ ડિવીઝન જોડાયેલ છે. સેનાના નવા પગલાથી હવે આ બાજુની મારક ક્ષમતામાં વધારો થશે.
એલએસી પર ગત વર્ષથી ભારત અને ચીનના સૈનિક મોટી સંખ્યામાં તૈનાત છે. મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોરના ડિવિઝનને ઉત્તર સીમા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુગર સેક્ટર, સેન્ટ્રલ સેક્ટર અને ઉત્તર પૂર્વી સીમાઓ પર તૈનાતીને મજબૂત કરવામાં આવી રહી છે.
ભારત અને ચીનના પૂર્વ લદ્દાખમાં હોર્ટ સ્પ્રિંગ, ગોગરા અને ડેપસાંગ જેવા ગજગ્રહ વાળા શેષ ભાગોમાં સૈનિકોની વાપસી પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે 11માં સ્તરની બેઠક થઈ. પૂર્વ લદ્દાખમાં એલએસીપર ભારતીય ક્ષેત્રમાં ચુશુલ સીમા ક્ષેત્ર પર સવારે લગભગ 10. 30 વાગે કોરો કમાન્ડર સ્તરની બેઠક શરુ થઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.