જમ્મૂ કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટિનન્ટ જનરલ રણબીર સિંહે આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે હાલમાં આતંકવાદીઓ કાશ્મીરમાં હથિયારોની અછત અનુભવી રહ્યા છે. આ કારણ છે કે તેઓ પોલીસ સ્ટેશનને નિશાન બનાવી રહ્યા છે અને સાથે હથિયાર છીનવવાની કોશિશમાં લાગી ચૂક્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે હાલમાં પાકિસ્તાન સંકટમાં છે અને જમ્મૂ કાશ્મીરમાં હથિયાર મોકલવા માટે અનેક પેંતરા અજમાવી રહ્યું છે.
ગયા મહિને પીડીપીના જિલ્લા પ્રધાન એડવોકેટ નાસિર હુસૈનને બંધક બનાવીને આતંકવાદીઓએ તેમના અંગરક્ષકની ઈંસાસ રાયફલ લૂંટી હતી. રાતભર બંધક બનાવી રાખ્યા બાદ હથિયારબંધ 3 આતંકી પીડીપી નેતાના ભાઈની ગાડી લઈને ભાગી નીકળ્યા.
માર્ચમાં જમ્મૂ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પોલીસે હથિયાર છીનવાની ઘટનામાં સામેલ થયા બાદ શંકાના આધારે 2 લોકોને ગિરફ્તાર કરવામા આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના કુંડૂલનમાં એક એટીએમ ગાર્ડની પાસેથી 12 બોરની રાઈફલ પણ તેઓએ છીનવી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં શોપિયામાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ એક ચોકી અને 4 પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા કરી હતી. હુમલા બાદ આતંકવાદી પોલીસ કર્મીઓએ 3 સેલ્ફ લોડિંગ રાઈફલ પણ પોતાની સાથે લઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.