દેશમાં કોરોના વાયરસના આ કપરા કાળમાં ભારતીય સેના ફરી એકવાર દેશવાસીઓના બચાવ કાર્યમાં સામે આવી છે.
આ બાબતે જાણકારી આપતા એકીકૃત રક્ષા સ્ટાફ (મેડિકલ)ના ઉપ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ માધુરી કાનિતકરે કહ્યું કે સેનાએ કોરોના સંકટના સમયે 14 રેલવે કોચ પ્રદાન કર્યા છે, જે સામાન્ય રીતે ઑક્સિજન ટેન્કરોના પરિવહન માટે સૈન્ય સામાનના પરિવહન માટે ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે અમે કેટલીક વસ્તુ કરી છે. સૌથી પહેલા લોજિસ્ટિક પોઈન્ટ પર 3 સશસ્ત્ર બળ મુખ્યાલય એકીકૃત રક્ષા હેઠળ એક તાલમેળ બળના રૂપમાં કામ કરી રહ્યા છીએ. યુદ્ધના મેદાનમાં સેનાને સહાયતા કરવા નર્સિંગની તાલીમ આપવામાં આવે છે. તેઓ તાલીમ પામેલા સૈનિક છે, પરંતુ હવે ડૉક્ટરો અને પેરામેડિક્સની મદદ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે સંકટના સમયે સશસ્ત્ર બળ એક સાથે છે. અમે તેને જ જીત કહીએ છીએ, કેમ કે આપણને કોરોના સામેનું યુદ્ધ જીતવાની જરૂરિયાત છે. આપણે આ યુદ્ધ દરેક પરિસ્થિતિમાં જીતવાનું છે.
અમે દેશવાસીઓને આશ્વસ્ત કરીએ છીએ કે જરૂરિયાતના સમયે સશસ્ત્ર બળ દરેક સંભવિત મદદ કરશે. અમે રાષ્ટ્રનો ભાગ છીએ. અમને સાથે કામ કરવા માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.