અમિત શાહે નક્સલીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવતા તીખી ટિપ્પણીઓ કરી હતી. ત્યારે આ નક્સવાદીહુમલા પર અમિત શાહના નિવેદન પર માઓવાદીઓએ પ્રતિક્રિયા આપી છે.
સોમવારે છત્તીસગઢનો પ્રવાસ કરનારા શાહે કહ્યું કે, 22ના બલિદાનને ચરમપંથીઓ વિરૂદ્ધ લડવામાં આવી રહેલી લડાઈને નિર્ણાયક મોડ પર લઇ જવા માટે યાદ કરવામાં આવશે. માઓવાદીઓએ બીજાપુર-સુકમા બોર્ડરની પાસે એક વિસ્તારમાં સેના પર ઘાતકી હુમલો કર્યો.
માઓવાદીના પ્રવક્તા અભયે સોમવારે નિવેદનમાં કહ્યું કે, અમિત શાહકોનાથી બદલો લેશે? વિદ્રોહી લોકો અને માઓવાદી એક જ છે અને દિવસેને દિવસે દબાયેલા લોકો પૂંજીવાદી અને બ્રાહ્મણવાદી સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છીએ.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં છેલ્લા 4 મહિનામાં 28 નક્સલીઓ માર્યા ગયા છે અને એક જ સમય દરમિયાન અંદાજિત 100 પોલીસ કર્મચારીઓને મારવા કે ઇજાગ્રસ્ત કરવામાં સક્ષમ રહ્યા છીએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.