શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર પહોંચ્યો

ભારતીય શેરબજાર(Share Market)માં તેજીનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર દર્જ કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહી છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે બજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું . આજે સેન્સેક્સ 57,983 ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી 17,299 ના રેકોર્ડ સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો. BSEમાં 2,242 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,649 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 502 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 253 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ ગુરુવારે સેન્સેક્સ 514 પોઈન્ટ ચ 57ીને 57,852 અને નિફ્ટી 158 પોઈન્ટના વધારા સાથે 17,234 પર બંધ થયા હતા.

ગ્લોબલ માર્કેટથી સંકેત પૉઝિટિવ આવી રહ્યા છે. એશિયામાં મજબૂતી જોવાને મળી રહી છે પરંતુ SGX NIFTY અને DOW FUTURES માં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ત્યાં અમેરિકામાં કાલે ફરી રેકૉર્ડ ઊંચાઈ પર S&P 500 અને NASDAQ બંધ થયા હતા.

S&P 500 અને Nasdaq ફરી નવા રેકોર્ડ સ્તરે બંધ થયા છે. 3 દિવસના દબાણ બાદ ડાઉમાં 131 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અહીં 10 વર્ષના US બોન્ડની ઉપજ 1.29%સુધી પહોંચી ગઈ છે. સાપ્તાહિક Jobless Claims ડેટા અપેક્ષા કરતા વધુ સારો રહ્યો છે. Jobless Claims 3.4 લાખ રહ્યા જ્યારે માર્ચ 2020 પછી સૌથી ઓછા રહ્યા છે. આજે US માં ઓગસ્ટના જોબ રિપોર્ટ પર બજારની નજર રહેશે. જુલાઈમાં 5.4% સામે બેરોજગારીનો દર 5.2% થવાની સંભાવના છે. જુલાઈમાં નિકાસમાં 1.3% નો વધારો થયો છે. ડોલર ઇન્ડેક્સ 92.25 પર છે, જે 4 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આજે મોટાભાગના એશિયન બજારોમાં મજબૂત ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. SGX NIFTY 26.50 પોઈન્ટના વધારા સાથે 17,286.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિક્કેઈ 0.92 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.29 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. તે જ સમયે, તાઇવાનનું બજાર 0.93 ટકાના વધારા સાથે 17,480.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.20 ટકા ઘટીને 26,038.49 ના સ્તર પર છે. તે જ સમયે, કોસ્પી 0.57 ટકા નીચે છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.43 ટકાનો ઉછાળો દર્શાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.