સપ્ટેમ્બરમાં JEE, NEET નહીં લેવાય તો લાખો વિદ્યાર્થીઓનું વર્ષ લાગશે દાવ પર

 દેશભરની આઇઆઇટીના ડાયરેક્ટરોની ચેતવણી

ડાયરેક્ટરોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંસ્થાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી

નીટ અને જેઇઇ પરીક્ષામાં વધુ વિલંબ શૈક્ષણિક વર્ષ 2020-21ને ઝીરો વર્ષ તરફ આગળ લઇ જશે અને આ પરીક્ષાનો અન્ય કોઇ વિકલ્પ સ્વીકારવામાં આવશે તો શિક્ષણની ગુણવત્તા ઘટશે તેમ વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના ડાયરેક્ટરોએ એક નિવેદનમાં જણાવ્યું છે.

કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો દ્વારા નીટ અને જેઇઇ પરીક્ષાને માકૂફ રાખવાની માગ વચ્ચે આઇઆઇટીના ડાયરેક્ટરોએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તે પરીક્ષા લેતી સંસૃથાઓ પર વિશ્વાસ રાખે.

આઇઆઇટી, રૂરકીના ડાયરેક્ટર અજિત કે ચતુર્વેદીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક આયોજનમાં અવરોધ ઉભો થયો છે અને આપણે જોઇ રહ્યાં છે કે વાઇરસ નજીકના ભવિષ્યમાં દૂર થવાનો નથી.

આપણે વર્તમાન વર્ષ ઝીરો વર્ષ બનાવવો ન જોઇએ. જો આમ થશે તો અનેક વિદ્યાર્થીઓના  ભવિષ્યને નુકસાન થશે.  તેમણે જણાવ્યુું હતું કે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ સિસ્ટમમાં વિશ્વાસ રાખવો પડશે.

વર્તમાન પરિસિૃથતિમાં પરીક્ષા લેવાનો નિર્ણય અનેક પાસાઓ પર વિચારણા કરીને લેવામાં આવ્યો છે. સરકાર ખાતરી આપી રહી છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાની દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આઇઆઇટી, ખડગપુરના ડાયરેક્ટર વિરેન્દ્ર તિવારીના જણાવ્યા અનુસાર આ બંને પરીક્ષાની વૈશ્વિક પ્રતિષ્ઠા છે અને વિશ્વની અઘરામાં અઘરી પરીક્ષાઓ પૈકીની એક છે.

આઇઆઇટી, રોપરના ડાયરેક્ટર અને આઇઆઇટીના જોઇન્ટ એડમિશન બોર્ડ(જેએબી)ના સભ્ય સરિતકુમાર દાસના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નથી પણ સંપૂર્ણ વિચારણના અંતે લેવામાં આવ્યો છે. નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બર અને જેઇઇ-મેઇન એક અને 6 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે વખત નીટ અને જેઇઇની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.