સપ્ટેમ્બરમાં આવી જશે કોરોનાની રસી, ભારતમાં પણ થશે ઉત્પાદનઃ બ્રિટિશ વૈજ્ઞાનિકો

 

બ્રિટિશ યુનિવર્સિટી ઓક્સફર્ડના વેક્સીનોલોજી વિભાગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિના સુધીમાં બજારમાં કોરોના સામેની રસી આવી જશે.

સંશોધક પ્રોફેસર સારા ગિલ્બર્ટે કહ્યુ હતુ કે, આ મહામારીની દવા શોધવા માટે અમે કામ કરી રહ્યા છે. તેના 12 ટ્રાયલ અમે યોજી ચુક્યા છે. આ વેક્સિનના એક જ ડોઝથી દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતા બહેતર બનાવી શકાય છે. આ રસીની ક્લિનિકલ ટ્રાયલ પણ અમે શરુ કરી દીધી છે. જેની સફળતા પર અમને વિશ્વાસ છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં અમે તેના 10 લાખ ડોઝ બજારમાં ઉપલબ્ધ કરી શકીશું.

ઓક્સફર્ડ યુનિવર્સિટના સંશોધકોને આ રસીની સફળતા પર એટલો વિશ્વાસ છે કે, ક્લિનિકલ ટ્રાયલના પરિણામ આવે તે પહેલા જ તેમણે આ જાહેરાત કરી છે. એટલે સુધી કે ટીમના સભ્ય પ્રોફેસર એડ્રિયન હિલનુ કહેવુ છે કે, અમે તો રસીનુ ઉત્પાદન પણ શરુ કરી દીધુ છે. દુનિયાના વિવિધ હિસ્સાઓમાં સાત ઉત્પાદકો દ્વારા તેનુ ઉત્પાદન કરવાની યોજના છે.

આ ટીમના કહેવા પ્રમાણે સાતમાંથી ત્રણ બ્રિટેન, બે યુરોપ, એક ચીન અને એક ભારતમાં છે. હાલમાં 510 લોકો પર તેની ટ્રાયલ લેવામાં આવી રહી છે. ત્રીજા સ્ટેજમાં 5000 લોકો ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.